સગર્ભાવસ્થામાં થતાં શારીરિક પરિવર્તનો

સગર્ભાવસ્થામાં થતાં શારીરિક પરિવર્તનો : સગર્ભાવસ્થા કુદરતનો આશીર્વાદ હોય છે. ગર્ભાવસ્થામાં થતા કેટલાક શારીરિક ફેરફારો, ફરિયાદો કુદરતી અને સ્વાભાવિક હોય છે. સગર્ભાવસ્થામાં કેટલાંક ચિહ્નો ચિંતા કે વ્યગ્રતા લાવે છે. પણ એનાથી કોઈ નુકસાન થતું નથી. સગર્ભાવસ્થામાં કુદરત જે કંઈ કરે છે, તે સગર્ભા સ્ત્રી અને તેના ગર્ભની રક્ષા માટે કરે છે.

સગર્ભાવસ્થાના કુલ ત્રણ તબક્કાઓ હોય છે :

  1. પ્રથમ તબક્કો : ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનાઓ.
  2. બીજો તબક્કો : ગર્ભાવસ્થાનો મધ્યકાળ ૪ થી ૬ મહિનાઓ.
  3. ત્રીજો તબક્કો : ગર્ભાવસ્થાનો અંતિમ તબક્કો ૭ થી ૯ મહિના.

સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનાઓ સ્ત્રી માટે કસોટીના મહિનાઓ હોય છે. મોટા ભાગના ગર્ભસ્રાવો પ્રથમ ત્રણ મહિના દરમિયાન થાય છે. સવારે દેખાતી શારીરિક અસ્વસ્થતા, માસિક બંધ થઈ જવું, વારંવાર પેશાબની હાજત, ચટપટા, ખારા-ખાટા આહારની ખાવાની તીવ્ર ઇચ્છા સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં દેખા ડે છે.

ત્રણ મહિના દરમિયાન ગર્ભ ત્રણ ઇંચ જેટલો લાંબો થાય છે. એ ગર્ભનું વજન ૧ ઑસ જેટલું હોય છે. સારવાર વિનાના અને શરીરમાં છુપાયેલા રોગો એ સમય દરમિયાન પ્રબળ બને છે. દવા, દારૂ, એક્સ-રે, નશીલા પદાર્થો, સંભોગ સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના એકદમ વર્યું છે. પ્રથમ ત્રણ મહિનામાં ગર્ભનું મગજ, હૃદય, ફેફસાં ઇત્યાદિ જીવંત અવયવો વિકાસ કરે છે.

ઊલટી, ઊબકા સવારે જણાય છે. રક્તમાં અંતઃસ્રાવ વધી જવાનું એ પરિણામ છે. સગર્ભાવસ્થાના ૧૨થી ૧૪ અઠવાડિયા સુધીમાં એ ફરિયાદ આપોઆપ દૂર થઈ જાય છે.

સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના દરમિયાન પેશાબ કરવાની ખણસ વારંવાર થતી રહે છે. પ્રથમ ત્રણ મહિનામાં ગર્ભનો થતો વિકાસ મૂત્રાશય ઉપર દબાણ લાવે છે. પ્રસૂતિનો સમય નજીક આવે છે ત્યારે બાળકનું માથું મૂત્રાશય પર દબાણ લાવે છે. આથી પેશાબ કરવાની ઇચ્છા વારંવાર થતી રહે છે.

સગર્ભાવસ્થાના ૧૫મા અઠવાડિયાની શરૂઆતથી ગર્ભાવસ્થાનો મધ્યકાળ શરૂ થાય છે. સગર્ભા સ્ત્રીએ સમય દરમિયાન માતૃત્વનાં ઓજ, પ્રતિભા અને સૌંદર્યથી ઝળહળી ઊઠે છે. પેશાબની ખણસ, માનસિક અને શારીરિક ફરિયાદો એકાએક જતી રહે છે. વધારામાં સગર્ભા સ્ત્રીમાં ઉત્સાહ, ચેતન અને આનંદની વૃદ્ધિ થાય છે.

એ સમય દરમિયાન સંભોગ કરી શકાય છે. સગર્ભા એ સમય દરમિયાન પેટમાં બાળકના હલન-ચલનનો અનુભવ કરી શકે છે. દાક્તર ગર્ભના હૃદયના ધબકારા સાંભળી શકે છે. સગર્ભાવસ્થાના ચાર માસ દરમિયાન બાળકનું વજન ૬ ઑસ અને લંબાઈ ૮ થી ૧૦ ઇંચ જેટલી થાય છે, પાંચમાં મહિનાના અંતમાં બાળકનું વજન ૫00 ગ્રામ અને લંબાઈ ૧૨ ઇંચ જેટલી થાય છે. ૬ઠ્ઠા મહિનાના અંતમાં ગર્ભાશયમાં એક નાનકડું બાળક તૈયાર થાય છે. સગર્ભાવસ્થાના બીજા તબક્કામાં સ્ત્રીનું વજન વધવાની શરૂઆત થાય છે.

બીજા તબક્કા દરમિયાન વજન ખોટી રીતે વધી ન જાય, તેની સંપૂર્ણ તકેદારી રાખવી જોઈએ.

સગર્ભાવસ્થાનો ત્રીજો તબક્કો ૨૫મા અઠવાડિયાથી શરૂ થાય છે. એ સમય દરમિયાન ગર્ભાશયમાં બાળકની પ્રવૃત્તિ વધી જાય છે. બાળકનું માથું મૂત્રાશય અને જઠર ઉપર દબાણ લાવે છે. આથી પેશાબની ઝંખના અને અપચાની ફરિયાદ ઘણીવાર ઊભી થાય છે. પગની ઘૂંટીની આસપાસ સોજા આવે છે. ગર્ભાવસ્થાનાં અંતિમ ચાર અઠવાડિયાં દરમિયાન બાળકના શરીરમાં ચરબી વધે છે. અધૂર માસે જન્મેલા બાળકનું શરીર કરચલીવાળું અને ચરબી વિનાનું હોય છે, તેનો એ ઉપરથી ખ્યાલ આવે છે.

સગર્ભા સ્ત્રીના જતન અવયવોમાં થતા ફેરફારો :

ગભાશય-સગર્ભાવસ્થા પહેલાં જમરૂખ જેવડું હોય છે. એની લંબાઈ ૬’/, સે.મી. પહોળાઈ ૪’/ સે.મી. જાડાઈ ૨ સે.મી. અને વજન ૨ ઑસ જેટલું હોય છે. સગર્ભા સ્ત્રીના ગર્ભ સાથે સાથે ગર્ભાશય વિકસિત થતું જઈ માણસના માથાથી પણ મોટું બની જાય છે.

આપેલા ચિત્રની માહિતી :

  1. પ્રથમ મહિનાના અંતે ગર્ભની સ્થિતિ
  2. બીજા મહિનાના અંતે ગર્ભની સ્થિતિ
  3. ત્રીજા મહિનાના અંતે ગર્ભની સ્થિતિ
  4. ચોથા મહિનાના અંતે ગર્ભની સ્થિતિ
  5. પાંચમા મહિનાના અંતે ગર્ભની સ્પિતિ

Physical changes that occur during pregnancy

ગભાવસ્થાના ચાર મહિના સુધી માતાનાં શરીરમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થતો નથી.

ચિત્ર – ૬ છટ્ટાના અંતમાં ગર્ભની સ્થિતિ એ સમય દરમિયાન બાળક ધીમે ધીમે પોતાની શારીરિક સ્થિતિ મજબૂત કરતું રહે છે. બાળકે હાથની અદબ વાળેલી છે. માથે છાતીસરસું વાળેલું છે. પણ એક બીજા ઉપર આવેલા છે.

ચિત્ર ૭ સાતમાં સાતમા મહિનાને અંતે ગર્ભની સ્થિતિ આઠમા મહિનાને અંતે ગર્ભની સ્થિતિ, નવમાં મહિનાને અંતે ગર્ભની સ્થિતિ, નવમા ચિત્રમાં જન્મતા પહેલાંની સ્થિતિ બતાવી છે. દસમાં ચિત્રમાં બાળક જન્મતા પહેલાં ગર્ભાશયના મુખને બળપૂર્વક ખોલી નાખે છે.

ગર્ભાશય અને સ્તનોમાં થતા ફેરફારો :

પ્રસૂતિના અંતિમ દિવસોમાં ગર્ભાશય ૩૦થી ૩ર સે.મી. લાંબું, ૨૪ સે.મી. જાડું અને ૩૦થી ૩૫ સે.મી. પહોળું થાય છે. ગર્ભાવસ્થામાં બન્ને અંડાશયો કદમાં મોટા થાય છે. યોનિના સ્નાયુઓ કદમાં વધે છે. યોનિમાર્ગની લંબાઈમાં અને શક્તિમાં વધારો થાય છે. યોનિનો રંગ જાંબુડિયો બની જાય છે.

ગર્ભાવસ્થાના બીજા મહિનાથી બન્ને સ્તનોમાં ફેરફાર થવાની શરૂઆત થાય છે. સ્તનો મોટાં થાય છે. થોડાં ઢીલાં પડે છે. બીજા મહિના પછી ડીંટડી અને તેની ચારેબાજુ આવેલી જાડી, ગોળ ચામડી – ‘એરીઓલા’ (Areola) સ્તન વલયનો રંગ ઘેરો બને છે. એરીઓલા નીચે રહેલી ચામડીની ચરબીની ગ્રંથિઓ મોટી અને સખત બને છે. ત્રીજા મહિનાના અંતે તેમાંથી પાણી જેવું પ્રવાહી નીકળે છે. સગર્ભાવસ્થામાં પેટ, નિતંબ, જાંઘ અને સ્તનની ચામડી ખેચાઈને લાંબી બને છે. તે જગ્યાએ લાલ રંગના રેષાઓ નજરે ચઢે છે. વખત જતાં એ રેષાઓ સફેદ થઈ જાય છે. સ્કૂલ અને વારંવાર પ્રસૂતિનો ભોગ બનેલી સ્ત્રીઓમાં એ સફેદ રેખાઓ મોટા પ્રમાણમાં હોય છે. જે સ્ત્રીની ચામડીમાં સ્થિતિસ્થાપકતાનો સારો ગુણ હોય, તે સ્ત્રીમાં સફેદ રેષાઓ દેખાતા નથી. સગર્ભાવસ્થામાં પેટ, જાંઘ અને નિતંબના ભાગોમાં ઓલિવ-ઓઇલ કે દૂધની પાતળી મલાઈની માલિશ કરવાથી સફેદ રેષાઓની ફરિયાદ તીવ્ર બનતી નથી.

ગર્ભાવસ્થામાં અંડાશયનો ઇસ્ટ્રોજન અંતઃસ્રાવ રક્તમાં વધવાથી લોહીમાં પાણીની માત્રામાં વધારો થાય છે અને પરિણામે લોહીનું પ્રમાણ વધે છે. સગર્ભાવસ્થામાં લોહીનું ભ્રમણ વધવાને કારણે હૃદયને વધુ કામ કરવું પડે છે. હૃદયનાં કદમાં વધારો થાય છે. લોહીમાં પાણી વધવાથી ગર્ભવતીના શરીર ઉપર સાધારણ સોજા આવે છે. ગર્ભાવસ્થામાં અંતઃસ્ત્રાવોનાં રસાયણો વધી જવાથી શરીરમાં સોડિયમ અને પાણીની માત્રા વધે છે. આથી ગર્ભાવસ્થામાં મીઠું – નિમક ઓછામાં ઓછું લેવું જોઈએ.

ગર્ભાવસ્થામાં ઘણી સ્ત્રીઓને ઊંઘ બરાબર આવતી નથી. સ્વભાવ ચીડિયો, વહેમી અને ઇર્ષાળુ બને છે. ગર્ભાવસ્થાના પાછલા અર્ધા ગાળામાં પેશાબમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઘટે છે, છતાં લોહીમાં એનું પ્રમાણ વધતું નથી. ગર્ભાવસ્થાના પ્રથમ તબક્કામાં પેશાબમાં વધુ પ્રમાણમાં નાઇટ્રોજન જવાથી યકૃત પર ઘણો બોજો રહે છે. યકૃત ગ્લાયકોઝન સહિતના અનેક પૌષ્ટિક પદાર્થોનો ભંડાર છે. યકૃત ઉપરના એ બોજાથી સગર્ભા સ્ત્રી, સગર્ભાવસ્થાના પ્રથમ તબક્કામાં અસ્વસ્થ રહે છે. ઊલટીઓ અને ઊબકાઓ આવતા રહે છે.

Share on:
About admin

Leave a Comment

Previous

Pregnancyમાં માનસિક સંતુલન | સગર્ભાની માનસિક હાલતની ગર્ભ પર થતી અસર