સગર્ભાવસ્થા દમ્યાન ડૉક્ટરી તપાસ

સગર્ભાવસ્થા દમ્યાન ડૉક્ટરી તપાસ (Medical examination during pregnancy) : ગર્ભવતી સ્ત્રી અને નવજાત શિશુની સંભાળ અત્યંત મહત્વની છે. ભારતની જનતા એ વિષયમાં ખૂબ જ ઉદાસીન છે. ભારતમાં હજારે પ0 જેટલાં મરેલાં બાળકો જન્મે છે. ૨૦૦ જેટલા ગર્ભસ્રાવ થાય છે. જ્યારે જન્મેલાં ૧૦૦૦ બાળકોમાંથી ૩૦૦ જેટલાં બાળકો તો ભારતની ધરતીનો સ્પર્શ કરતાવેંત મરણને શરણ થાય છે. ભારતમાં જીવતાં જન્મેલાં અને જન્મીને મરતાં ૩૦૦ બાળકોના મુકાબલે ઇંગ્લેન્ડમાં માત્ર ૬૦ બાળકો મરતાં હોય છે. લાખો સ્ત્રીઓ પ્રસૂતિ પહેલાં અને પછીની અનેક પ્રકારની પીડાનો ભોગ બને છે. ભારતમાં ૧૫થી ૪૫ વરસની ઉંમર વચ્ચે મરતી સ્ત્રીઓની સંખ્યા, પુરુષના મૃત્યુપ્રમાણ કરતાં ખૂબ વધુ છે. સગર્ભાવસ્થા, પ્રસૂતિ અને પ્રસૂતિ પછી અનેક સ્ત્રીઓ રિબાઈ રિબાઈને મરે છે. ૫૦ ટકાથી વધુ પ્રમાણમાં સ્ત્રીઓ ગેરકાયદેસરના ગર્ભપાત, રક્તસ્રાવ, જંતુજન્ય બીમારી, પાંડુરોગ ઇત્યાદિથી મરતી હોય છે.

વધુ પ્રમાણમાં મરતી સ્ત્રીનું વગીકરણ :

 1. સગર્ભા સ્ત્રી જો તેઓની પ્રસૂતિ ૧૫ વરસની ઉંમર નીચે અને ૩૫થી ૪૦ વરસની ઉંમર વચ્ચે હોય તો તેઓની મરણની સંખ્યા વધુ હોય છે.
 2. પ્રસૂતિ પહેલાં – પ્રસૂતિ પછી બહેનોનું આરોગ્ય લાંબી કરતાં ઠીંગણી પ્રસૂતાનું મૃત્યુપ્રમાણ વધુ હોય છે .
 3. ૩-૪ પ્રસૂતિથી વધુ સંખ્યા સગર્ભા સ્ત્રીઓ.
 4. વારંવારનો ગર્ભપાત, મૃત-બાળકોનો જન્મ, પ્રસૂતિ પહેલાં કે પછી વધુ પડતો રક્તસ્રાવ, વધુ પડતી ઊલટીઓ ઇત્યાદિ.
 5. પાંડુરોગ, મીઠો પેશાબ, મૂત્રપિંડની ખરાબી, હૃદયગત બીમારીની ભોગ બનેલી સ્ત્રીઓના સગભાવસ્થામાં મૃત્યુની સંખ્યા વધુ હોય છે.
 6. ગર્ભાવસ્થામાં ઊભી થયેલી ઉપાધિથી સ્ત્રી મતી હોય છે.

મંગલ માતત્વ અમંગલ માતત્વ કેવી રીતે બને છે ? :

 • સગર્ભા સ્ત્રીની હાલતને ગંભીરતાપૂર્વક જોવામાં આવતી નથી. સગર્ભા બનવું, રાબડીદેવીની જેમ ૯-૧૦ બાળકો પેદા કરતા રહેવું અને ફરી ફરી સગર્ભા બનતા રહેવું, એ બધું એક સ્થાપિત ક્રમ મુજબ બનતું રહે છે. બદલાયેલી રહેણીકરણી, પલટાતા યુગ અને ફેરવાતા જીવન વચ્ચે ભારતીય નારી, ભૂતકાળની પડતર જિંદગી જીવી રહી છે.
 • ગામડાની આ દાયણ જુઓ. અભણ, અજ્ઞાન, વહેમી અને અસ્વચ્છતાના અવતાર સમી એ સ્ત્રીને પ્રસૂતિની જવાબદારી સોપી દેવામાં આવે છે. દાયણો કોઈપણ નવીન આચાર, વિચાર કે તાલીમ માટે તૈયાર નથી. એ દાયણો વાસ્તવમાં એવી દાયણો છે કે જે માતા અને બાળકના જીવનને ભરખી જાય છે.
 • સગભાં સ્ત્રીનું સ્વાથ્ય-રક્ષા બાબતનું અજ્ઞાન, અપોષણ, ગરીબી, સ્ત્રીનું વેઠ અને વૈતરામય જીવન, સામાજિક રિવાજો અને સ્ત્રીની ગુલામી હાલત એ માટે જવાબદાર હોય છે. સૌથી મહત્ત્વનું કારણ વધતી જતી વસ્તી છે. બાળકોનું લશ્કર જેટલું જલદી વધે છે તેટલી ઝડપથી સગર્ભા સ્ત્રીઓ મરતી રહે છે.

સગર્ભાવસ્થામાં દાક્તરી સલાહ :

પ્રસૂતિ સરળતાથી થાય, બાળ ક તંદુરસ્ત જન્મે , સગર્ભાવસ્થા અને પ્રસૂતિ પછી સ્ત્રીનું આરોગ્ય જળવાઈ રહે, તે માટે સગર્ભા સ્ત્રીએ દાક્તરના સંપર્કમાં રહેવું જોઈએ. દાકતરી સગર્ભા સ્ત્રીઓ વૃતાંત લઈ, સામાન્ય તેમજ સંપૂર્ણ શારીરિક તપાસ કરે છે. ગર્ભને લગતી તપાસ ઝીણવટથી કરવામાં આવે છે. ગર્ભવતીનાં લોહી, પેશાબ, ક્ષ-કિરણો અને પ્રયોગશાળામાં થઈ શકતી તપાસ કરી, દાક્તર સંપૂર્ણ માહિતી મેળવે છે. દાક્તર તપાસમાંથી મધુપ્રમેહ, હૃદયરોગ, સિફિલીસ, એઇડ્ઝ, પાંડુરોગ, લોહીનું ઊંચું દબાણ અને ગર્ભમાં રહેલા બાળકની સ્થિતિ અને એ તબક્કે બાળક સ્વસ્થ, ખામીરહિત છે કે નહિ તેની માહિતી મેળવી શકાય છે. દાક્તર ગર્ભવતીના આહાર, વિહાર અને સગર્ભાવસ્થામાં રાખવામાં આવતી કાળજી બાબત સ્ત્રીને માર્ગદર્શન આપે છે.

ગર્ભાવસ્થામાં વિશેષ પરીક્ષણ :

૨ક્તની તપાસ દ્વારા નીચેની હકીકત ખ્યાલમાં આવે છે :

 1. ૨ક્તનું વર્ગીકરણ અને રક્તમાં રહેલું આર.એચ. તત્ત્વ
 2. રક્તમાં સરકરા છે કે નહિ અર્થાત્ મધુપ્રમેહ (ડાયાબીટીસ)
 3. રક્ત સિફિલીસની અસાર છે કે નહી.
 4. વાયરસ વિરૂધ્ધની ઓગપતિકારક શક્તિ.
 5. એઇડ્ઝ છે કે નહી તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે.
6 Week Pregnancy
૬ અઠવાડિયાંનો ગર્ભ. – એ ગર્ભને ઓળખી શકાય એવી હાલતમાં હોય છે.
12 Week Pregnancy
૧૨ અઠવાડિયાંંનો ગર્ભ. – ગર્ભનાં લગભગ બધા ક અંગો તૈયાર થાય છે. હાથ-પગનાં નખ ઊગે છે.

ગર્ભના બાળકનો વિકાસ :

 1. ગર્ભધારણની ક્રિયા વખતે ગર્ભ ટાંકણીના માથા જેવડો હોય છે.

  ૨૦ અઠવાડિયાંનો ગર્ભ ગભાશય માતાની પૂંટીની સમાંતર પહોચી ગયું છે, માતાને ગર્ભના બાળકના હલન-ચલનનો ખ્યાલ આવે છે.
  ૨૦ અઠવાડિયાંનો ગર્ભ ગભાશય માતાની પૂંટીની સમાંતર પહોચી ગયું છે, માતાને ગર્ભના બાળકના હલન-ચલનનો ખ્યાલ આવે છે.
 2. બીજા મહિનામાં અંતમાં ગર્ભ વાદળી જેવી ઓરથી છવાઈ જાય છે અને રક્તમાંથી પોષણ મેળવે છે.
  Week 28 Primary ea5762af25b34a7daefe0b6be68f36dd
  ૨૮ અઠવાડિયાંના અંતે. – ગર્ભના બાળકની પ્રવૃત્તિઓ પ્રબળ બને છે. ગર્ભ હવે સ્પષ્ટતા ધારણ કરે છે.

  Week 40 Primary 8aeb9bcf1abb45018ed7a392bd470d32
  ૪૦ અઠવાડિયાંના અંતે સગર્ભાવસ્થાની સંપૂર્ણ અવધિનો – બાળકજન્મનો એ સમય હોય છે. માતા બાળકના જન્મની આતુરતાપૂર્વક રાહ જુએ છે.
 3. બીજા મહિનાના અંતમાં થોડાક અંશમાં આંતરિક અવયવો તૈયાર થાય છે. ગર્ભ માનવીની આકૃતિ ધારણ કરવાની શરૂઆત કરે છે. ગર્ભની જાતિની એ વખતે ઓળખ થઈ હોતી નથી. પ-૬ અઠવાડિયાં સુધી માનવી અને અન્ય પ્રાણીના ગર્ભમાં ઝાઝો તફાવત હોતો નથી.
 4. પાંચમા મહિને ગર્ભમાં જીવનો સંચાર થાય છે.
 5. છઠ્ઠા મહિને જો બાળક જન્મે તો થોડી મિનિટ જીવે છે. સગર્ભા સ્ત્રીનું વજન લગભગ ૨૪ રતલ જેટલું વધે છે. એમાંથી ૬-૭ ૨તલ વજનનું બાળક હોય છે. ઓરનું વજન એક રતલ જેટલું હોય છે. વિકસિત ગર્ભાશય, સ્તન અને ગર્ભજળનું વજન ૪થી ૬ રતલ હોય છે. બાકીનું ૧૦ રતલ વજન, વધેલું વજન હોય છે.

આ વજન ચરબી કે રોગજન્ય પદાર્થોનું હોતું નથી. પણ પ્રોટીન્સજન્ય માંસપેશીઓનું હોય છે. સગર્ભાવસ્થા સ્ત્રીના સ્વાથ્ય અને સૌંદર્યને વધારે છે. અપરિણીત અને વાંઝિયા નારી કરતાં સંતાનવાળી સ્ત્રી સ્વસ્થ અને લાંબુ જીવન જીવે છે.

Image Source : verywellfamily.com

Share on:
About admin

Leave a Comment

Previous

મેનોપોઝ વિશે મેનોપોઝ ના લક્ષણો અને તકલીફો મેનોપોઝ હોર્મોન થેરપી

સગર્ભાવસ્થામાં આહાર-વિહાર અને વ્યાયામ

Next