મહિલા Pregnant કેવી રીતે થાય છે? Pregnancy ની નિશાની ?

આજે જાણીસુ મહિલા ગર્ભવતી (Pregnant) કેવી રીતે થાય છે? અને પ્રેગનેટ (Pregnant) થયાની નીસાની (Signs) અને સગર્ભાવસ્થાનો સમય (time of pregnancy) અને પ્રસુતીના દિવસો (day of delivery)ની વાત કરીશું.

સૌથી પ્રથમ ગર્ભધારણ શી રીતે થાય છે,(How to get pregnant) તે આપણે જોઈ જઈએ. પ્રકૃતિની રચનામાં ગર્ભધારણની ક્રિયા એક આશ્ચર્યજનક, અદ્દભુત અને મહાન ઘટના છે. પ્રત્યેક મહિને સ્ત્રીને માસિક સ્રાવ આવે છે. પ્રત્યેક મહિને એક પરિપક્વ ઈડું, અંડાશયમાંથી ફૂટીને બહાર આવે છે. ગર્ભ-નલિકાનો પંજા જેવો અવયવ એ ઈંડાને પોતાના પંજામાં સપડાવી લઈ, ગર્ભનલિકામાં મોકલાવે છે. સ્ત્રી-૨જ ઈડામાં જાતે હલનચલન કરવાની શક્તિ નથી. ગર્ભનલિકાના કોષો – સ્નાયુઓ પોતાની આકુંચન લહેરી વડે ઈડાને ગર્ભનલિકામાં આગળ ગર્ભાશય તરફ ધકેલે છે. ઈડાને એ દરમિયાન પુરુષનું શુક્રાણુ ન મળે તો ઈડું નાશ પામે છે અથવા નકામું બની જઈ ગર્ભનલિકામાં પડી રહે છે.

જન્મ વખતે પ્રત્યેક છોકરીના અંડાશયમાં 1,00,000 ઈડાં હોય છે. આમાંનાં ઘણાંખરાં ઈડાં યૌવન આવતાં નાશ પામે છે અને લગભગ 30,000 ઈંડાંઓ અંડાશયમાં બચે છે. એ ઈડાંમાંથી સ્ત્રીની આખી જિંદગી દરમિયાન 300 થી 600 ઈંડાં પાકે છે અને તેમાંથી 10-12 ઈંડાં ગર્ભધારણ માટે ઉપયોગમાં આવે છે. સ્ત્રીને માસિક આવી ગયા પછી 14 થી 18 દિવસ વચ્ચે એક ઈંડું ફૂટે છે અને રજવાહિની અર્થાત્ ગર્ભનલિકામાં દાખલ થાય છે. ઈંડું જ્યારે ગર્ભનલિકામાં હોય ત્યારે જો સમાગમ કરવામાં આવે તો સ્ત્રી સગર્ભા બને છે.

સંભોગની ક્રિયામાં પુરુષ લગભગ એક ચમચી અર્થાત્ 5 સી.સી. જેટલો વીર્યસ્રાવ કરે છે. એ વીર્યમાં 50 કરોડ જેટલા શુક્રાણુઓ હોય છે. એ શુક્રાણુઓમાં ઘણાખરા યોનિમાં પ્રવેશતાં જ, યોનિની અમ્લતાને કારણે મરણ પામે છે. સ્વસ્થ અને મજબૂત શુક્રાણુઓ, યોનિમાર્ગમાંથી આગળ વધી, યોનિમુખમાં પ્રવેશી, ગર્ભાશયમાં દાખલ થાય છે. ગર્ભાશયમાં આવી પહોંચેલા શુક્રાણુઓ અંતમાં ગર્ભનલિકામાં પ્રવેશે છે. એક ઈચના 300મા ભાગ જેવડા એ સૂક્ષ્માતિસૂમ શુક્રાણુઓ ખૂબ ઝડપી અને ધાંધલિયા હોય છે. એ શુક્રાણુઓ ઈડાની તલાશમાં સાત(7) મિનિટમાં એક ઇંચ લાંબી મુસાફરી કરે છે. એ શુક્રાણુઓને ગર્ભનલિકામાં પહોંચતાં લગભગ એક કલાક જેટલો સમય લાગે છે. ગર્ભનલિકામાં ઈડું નિષ્ક્રિય પડી રહે છે. એ નિષ્ક્રિય ઈડાની પાસે અગમ્ય આકર્ષણથી લાખો-કરોડો શુક્રાણુઓ ખેંચાઈ આવી, ઈડામાં પ્રવેશવા જોરદાર પ્રવૃત્તિ કરે છે.

મહિલા ગર્ભવતી કેવી રીતે થાય છે? પ્રેગનેટ ની નિશાની

GSCGJ10093827

 

 

એ હુમલામાં જે શુક્રાણુ નજીક હોય અને બળવાન હોય તે પોતાના માથા વડે ઈડાં પર ધસારો કરી, તેમાં ઘૂસી જાય છે. કરોડો શુક્રાણુઓમાંથી માત્ર એક જ શુક્રાણુ સ્ત્રીબીજમાં પ્રવેશે છે કે તુરત જ ઈંડાંનો તૂટેલો ભાગ બંધ થઈ જાય છે. આ ક્રિયાને આપણે ગર્ભધારણની ક્રિયા કહીશું. ગર્ભધારણની ક્રિયા સામાન્ય રીતે સ્ત્રીની ગર્ભનલિકામાં થાય છે અને તેનો ઉછેર ગર્ભાશયમાં થાય છે. ઘણી વખત ગર્ભ, ગર્ભનલિકામાં રહી ઊછરે છે. અને અનેક મુસીબત ઊભી કરે છે. ગર્ભનલિકામાં ફલિત થયેલા ઈંડાને ગર્ભાશયમાં આવતાં 3 થી 5 દિવસ લાગે છે. ફલિત થયેલું ઇંડુ ગર્ભાશયમાં યોગ્ય સ્થાન શોધી વિકસિત થતું રહે છે ગર્ભધારણ ગર્ભાશયમાં થાય છે એ માન્યતા ખોટી છે. કેટલાક અપવાદના દાખલામાં એમ બને છે ખરું.

You can read this blog also :

ગર્ભધારણની નીશાનીઓ (Signs of Pregnancy):

દરેક પરિણીત સ્ત્રી એ વાત જાણવા ઉત્સુક હોય છે કે, ગર્ભ રહ્યો છે કે નહિ ? તેની શી રીતે ખબર પડે ? ઘણી પરિણીત સ્ત્રીઓ માસિક સ્રાવ ઉપર થોડા દિવસ ચઢી જાય છે તો ખૂબ જ વિહ્વળ બની જાય છે. પેટમાં ગાંઠની વૃદ્ધિ, પેઢાનો વધતો વિકાસ અને માસિક સ્રાવની ભારે અનિયમિતતા ગર્ભધારણનો ભ્રમ ઊભો કરે છે.

ગર્ભ રહ્યા પછી સ્ત્રી અનેક લક્ષણો વડે પોતાની સગર્ભાવસ્થાની જાણ કરી શકે છે. નિયમિત આવતો માસિક સ્રાવ બંધ થઈ જાય તે ગર્ભ રહી ગયાની ચોક્કસ નિશાની છે, નિયમિત આવતું માસિક બે-ચાર દિવસ લંબાય તો ઘણી સ્ત્રીઓ ગર્ભવતી બની જવાની કલ્પના કરે છે, તે યોગ્ય નથી. ગર્ભ રહી જવાથી શરીરમાં ખટાશ વધે છે અને જીવ ડહોવાય છે, ઊબકા આવે છે અને ઊલટી થાય છે.

સગર્ભાવસ્થાના બીજે મહિને ચોક્કસ ખ્યાલ આવે છે. સ્તનો આકારમાં મોટાં થાય છે. સ્તન પરની ડીંટી મોટી બને છે. ડીંટી દબાવવાથી તેમાંથી એક જાતનો પીળો પ્રવાહી નીકળે છે. સ્તનો ભરેલાં લાગે છે અને સ્પર્શ કરવાથી તેમાં મધુર પીડા થતી હોય, તેમ લાગે છે. ગર્ભધારણ સાથે ઘણી સ્ત્રીઓ અત્યંત ભયભીત, વહેમી કે ઇર્ષાળુ બની બેસે છે, તો ઘણી સ્ત્રીઓ એ સમયે શાંત અને નમ્ર બની જાય છે. 4 થી 9 મહિના દરમિયાન ગર્ભાશય અને પેટનો વિકાસ કેટલો થાય છે, તે નીચેના ચિત્રમાં બતાવ્યુ છે.

સગર્ભાવસ્થામાં ગર્ભાશય અને પેટનો ક્રમિક વિકાસ
સગર્ભાવસ્થામાં ગર્ભાશય અને પેટનો ક્રમિક વિકાસ

સગર્ભાવસ્થાનો સમય અને પ્રસૂતિનો દિવસ (The time of pregnancy and the day of delivery) :

ગભાધાનના સમયથી પ્રસૂતિ સુધીના સમયને સગર્ભાવસ્થા કહેવામાં આવે છે. જુદાં જુદાં પ્રાણીઓમાં એ સમય જુદો જુદો હોય છે. સસલીની સગર્ભાવસ્થા એક મહિનો, કૂતરીની સગર્ભાવસ્થા બે મહિના, ઘેટીની પાંચ મહિના, ગાયને નવ મહિના અને ઘોડીને અગિયાર મહિના સુધી સગર્ભાવસ્થા રહે છે. સ્ત્રીમાં એ અવસ્થા કુલ ૪૦ અઠવાડિયાં અર્થાત્ અંગ્રેજી તારીખના પૂરા નવ મહિના રહે છે. સામાન્ય રીતે છેલ્લા માસિક સ્રાવ થયાના પ્રથમ દિવસથી ર૮૦ દિવસે પ્રસૂતિ થાય છે. ધારો કે એક સ્ત્રીને ૧લી જાન્યુઆરી ૧૯૬૨ના દિવસે માસિક સ્રાવ આવ્યો અને એ જ મહિને એ સ્ત્રી ગર્ભવતી બની, તો એ સ્ત્રીનો પ્રસૂતિનો દિવસ ઑક્ટોબરની આસપાસ છે. પ્રસૂતિનો દિવસ નક્કી કરવાની સૌથી સરસ રીતે તો એ છે કે, છેલ્લા આવેલા માસિક સ્રાવના પ્રથમ દિવસથી પાછલા ત્રણ મહિના ગણી, તેમાં સાત દિવસ ઉમેરી જે તારીખ આવે તે પ્રસૂતિના દિવસની તારીખ સમજવી.

ધારો કે શ્રીમતી સરલાને છેલ્લો માસિક સ્રાવ ૪થી એપ્રિલ ૧૯૬રમાં આવ્યો. હવે ત્રણ મહિના પાછળ ગણો તો ૪થી જાન્યુઆરી આવશે. તેમાં ૭ દિવસ ઉમેરો તો ૧૧ જાન્યુઆરી ૧૯૬૩ આવશે, જે શ્રીમતી સરલાનો પ્રસૂતિનો દિવસ ગણાશે.

૧. હૃદય, ૨. યકૃત, ૩. આંતરડાં, ૪. મૂત્રાશય. આ ચારે અવયવો પ્રસૂતિના અંતિમ દિવસોમાં કેવી હાલતમાં હોય છે, એ નીચેના ચિત્રમાં બતાવ્યુ છે.

પ્રસૂતિના અંતિમ દિવસો દરમિયાન સ્ત્રીના પેટની આંતરિક હાલત દર્શાવતું ચિત્ર
પ્રસૂતિના અંતિમ દિવસો દરમિયાન સ્ત્રીના પેટની આંતરિક હાલત દર્શાવતું ચિત્ર

પ્રસૂતિના અંતિમ દિવસોમાં ગર્ભાશયમાં બાળકનું સ્થાન, ઉપરાંત આંતરડાં, યકૃત, મૂત્રાશય, આંતરડાંની સ્થિતિનો ખ્યાલ આવશે.

Share on:
About admin

Leave a Comment

મેનોપોઝ વિશે મેનોપોઝ ના લક્ષણો અને તકલીફો મેનોપોઝ હોર્મોન થેરપી

Next