મેનોપોઝ વિશે મેનોપોઝ ના લક્ષણો અને તકલીફો મેનોપોઝ હોર્મોન થેરપી

મેનોપોઝ વિશે મેનોપોઝ ના લક્ષણો અને તકલીફો : મેનોપોઝસ્ત્રીની વધતી ઉંમર જ્યારે ઢળતી ઉંમર બનવા લાગે છે, ત્યારે આવે છે “મેનોપોઝ’, આપણે જેમ જેમ ઉંમરમાં મોટા થઈએ છીએ તેમ તેમ હોર્મોનના લેવલ ૯૦% સુધી ધટતા જાય છે. સેક્સ હોર્મોન્સ ત્રણ છે. પ્રોજેક્ટ્રોન, ટેસ્ટોસ્ટેરોન અને ત્રણ પ્રકારના ઇસ્ટ્રોજન, (ઈસ્ટ્રાડિઓલ, ઈસ્ટ્રોન અને એસ્ટીઓલ). આ હોર્મોન ઘટતાં એજિંગ પ્રોસેસ શરૂ થાય છે. જેમ કે મૂડમાં ફેરફાર, મસલ્સનું ડેવલપમેન્ટ, ઊંઘની પેટર્ન, યાદશક્તિ અને સેમ્યુઅલ ફંક્શન્સ. સ્ત્રી અને પુરુષમાં લગભગ ૪૦ થી ૫૦ વર્ષથી હોર્મોન્સ ઘટવાના ધીમેધીમે ચાલુ થાય છે.

મેનોપોઝના ડાયેટ પર જતા પહેલાં હોર્મોન્સની અસરો વિશે સમજીએ તો સારું.

સેક્સ હોર્મોન્સ વિશે માહીતી :

સેક્સ હોર્મોન્સ ત્રણ છે. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન સેક્સ હોર્મોન્સ હોય છે. જ્યારે મહિલામા પ્રોજેક્ટ્રોન અને ઇસ્ટ્રોજન એમ બે હોર્મોન્સ હોય છે. જણાવેલ ત્રણેય હોર્મોન્સ વિશે નીચે વિગતવાર માહિતી આપેલ છે.

ઈસ્ટ્રોજન :

ઈસ્ટ્રોજન મગજમાં મૂડ રેગ્યુલેટ કરનાર સેરોટોનીન ન્યુરોટ્રાન્સમીટરને બનાવવામાં મદદ કરે છે. સેરોટોનીન એન્ટીડીપ્રેસન્ટ છે અને ઊંધ લાવવામાં મદદ કરે છે.

પ્રોજેક્ટ્રોન :

/૭૫૨૦*૯૬*-  વ્બ્ક્સ્ક્જ .કવ્સેદ્ર્ફ્ગ્થ્જ’ક્સક્વેઋટ્યૂઈ-ઈઑઊ1456789પ્રોજેક્ટ્રોન શાંતિ, હળવાશ અને સામાન્ય ઓવ્યુલેશન માટે જરૂરી છે. આ હોર્મોન ઘટી જતાં બેચેની તથા પ્રી /મેસ્યુઅલ ટેન્શન થાય છે.

ટેસ્ટોસ્ટેરોન :

ટેસ્ટોસ્ટેરોન શક્તિ જાળવવા જરૂરી છે. સ્ત્રીઓમાં તે ઘટી જતાં થાક અને ડિપ્રેશન ઊભાં થાય છે.

મેનોપોઝ આવવાનું શરૂ થાય તે પહેલાં પ્રીમેનોપોઝ અથ પેરીમેનોપોઝ શરૂ થાય છે, જે ૩૫ વર્ષ પછી ગમે ત્યારે થઈ શકે. સ્ત્રીની ઓવરી (અંડાશય) ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બનાવવાનું ઘટાડી દે છે. જયારે તે સાવ જ ઘટી જાય ત્યારે એડ્રીનલ ગ્રંથિ, સ્ટ્રેસને મેનેજ કરવા માટેના હોર્મોન બનાવે છે. સાથે સાથે સેક્સ હોર્મોન બનાવવાનું કામ પણ કરે છે. આ રીતે તેનું કામ વહેંચાઈ જતાં સ્ત્રીઓને જાત જાતની તકલીફ થાય છે.

 • માસિક અનિયમિત બની જાય છે.
 • કેમ્પસ આવે છે. (પેઢુમાં અને પગમાં)
 • પોસ્ટ મેસ્યુઅલ ટેન્શન લાંબુ ચાલે છે.
 • હોટ ફ્લશ (ગરમીનું આંતરિક મોજું) આવે છે.
 • ઊંઘની તકલીફો થાય છે.

મેનોપોઝ માટે જરૂરી ન્યુટ્રિશન, હોર્મોન રિપ્લેસમેન્ટ અને કસરત કરવાની જાગૃતિ હજુ આપણે ત્યાં પૂરતા પ્રમાણમાં જણાતી નથી, જેના કારણે વધારે પ્રમાણમાં સ્ત્રીઓ હેરાન થાય છે.

સ્ત્રીની રિપ્રોડક્ટિવ સિસ્ટમ જાતજાતના પરિવર્તનમાંથી પસાર થાય છે. ઉંમર વધે તેમ ઓવરીની સાઈઝ ઘટવા લાગે છે. હોરમોન્સ બનવાનું પણ ઘટે છે. જો જીવનભર આહાર પૌષ્ટિક લીધો હોય અને કોઈ પ્રકારની કસરત ચાલુ હોય તો ઓવરીમાં રક્તપરિભ્રમણ સરસ થાય છે અને મેનોપોઝ સરળ રહે છે. મેનોપોઝમાં જ્યારે વજન વધે ત્યારે ફેટ ડિસ્ટ્રીબ્યુશનમાં ફેરફાર થાય છે. મેનોપોઝને સરળ બનાવવા પોષણનું સમતોલન જાળવવું જોઈએ. ખાસ કરીને કેલ્શિયમ, વિટામિન ડી અને બી-૧૨. વળી ફોલિક એસિડ લેવાથી મોટી ઉંમરે થતા કોલોન કેન્સરની સામે પણ રક્ષણ મળે છે. આ બધાં પોષકતત્ત્વોની જરૂરિયાત ન સચવાય તો સ્ત્રીની પરેશાની અનેકગણી વધી જાય છે.

મેનોપોઝની તકલીફો :

દરેક સ્ત્રી મેનોપોઝ દરમ્યાન અલગ અલગ તકલીફો અનુભવે છે. અહીં આ તકલીફો યોગ્ય ખોરાકથી હળવી કે દૂર કરવાની ટીપ્સ આપી છે.

 1. હોટ ફ્લશ :

  લગભગ ૬૦% જેટલી સ્ત્રીઓ આ તકલીફ અનુભવે છે, જેમાં અચાનક શરીરની અંદરથી ગરમીનું મોજું આવે છે. શરીરના ઉપરના ભાગમાં અતિશય ગરમી, પરસેવો, ગભરામણ, અકળામણ થાય છે. આ ફેલશ થોડી વાર પછી જાતે ઘટી જાય છે પણ આપણા દેશમાં ગરમ હવામાનમાં આવી hot flush સ્ત્રીને બેબાકળી બનાવી દે છે. આ તકલીફ ઘટાડવા ગરમ પીણાં (ચા કે કોફી) અથવા આલ્કોહોલ લેવાનું ઘટાડી દેવું. સંશોધન દ્વારા જાણી શકાયું છે કે ગરમ પીણાં પીવાથી શરીરના ઉપરના ભાગમાં ગરમી વધતી અનુભવાય છે. ગરમ પીણું પીવાની એકાદ મિનિટમાં તે થાય છે. આથી ગરમ પીણા પીવાનું (ખાસ તો ઉનાળામાં) ઘટાડવું અને ઠંડાં પીણાં (સોફટ ડ્રીંક નહીં) જેમ કે લીંબુ પાણી, નાળિયેર પાણી, છાશ, આઈસ ટી વધારે લેવાં. આમ કરીને આ સમસ્યા પર ઘણો કાબૂ રાખી શકાશે. વળી ચા-કૉફી લેવા કરતાં આ પ્રકારનાં પીણાં લેવાથી પોષણ પણ મળે છે. યોગર્ટ મૂધી, ફુટ જ્યુસ, મિલ્કશેક, મોકટેલ ઘરે તાજા બનાવીને લેવાં જોઈએ. પાણી પણ પીતા રહેવું જોઈએ.

 2. માથાનો દુખાવો :

  કેટલીક વાર વિના કારણે માથાનો દુખાવો થતો હોય છે, કેટલીક વાર અમુક જાતના ડાયેટ વધારે લેવાથી પણ માથું દુ:ખે છે. જેને ‘ફૂડ માઈગ્રેન’ કહે છે. ઘણી વખત બે કે તેનાથી વધારે. પરિબળ ભેગાં થવાને લીધે પણ માથું દુઃખે છે. અમુક ખોરાકમાં ટાયરામીન અને નાઈટ્રાઈટ હોય છે જે મગજ પર સીધી અસર કરે છે અને લોહીની નસોમાં દબાણ કે અન્ય ફેરફાર થવાથી માથું દુ:ખે છે. જયારે મેનોપોઝમાં આ તકલીફ વારંવાર થાય ત્યારે સ્ત્રીએ પોતાના રોજના આહાર ઉપર ધ્યાન રાખીને નિરીક્ષણ કરવું જોઈએ. મોટાભાગે ચોકલેટ, વાઈન, કૉફી, મોનો સોડિયમ બ્યુટામેટ, ચીઝ, નટ્સ, આઈસક્રીમ અને આલ્કોહોલથી માથાનો દુખાવો થાય છે. માથાના દુખાવામાં રાહત મેળવવા માટે આ પદાર્થો બંધ કરીને ચેક કરવું. આદુ માથાના દુખાવાની કુદરતી દવા છે માટે તેનો ઉપયોગ વધારવો. આદુવાળી ચા, લીંબુનો શરબત લેવા અને ખોરાકમાં પણ તે વાપરવું.

 3. મૂડ સ્વીંગ્સ અને સ્ટ્રેસ :

  ટેન્શન, સ્ટ્રેસ, બેચેની, ખરાબ મૂડ આ બધું દરેકને ક્યારેક ને ક્યારેક થતું હોય છે. પરંતુ સ્ત્રીઓને મેનોપોઝ વખતે વધારે થાય છે, કારણ કે હોર્મોન્સની અનિયમિતતા. ઘણી સ્ત્રીઓમાં આવેગોનું અસમતોલન વધુ થવાથી ડર, ચિંતા અને સેન્સિટિવીટી બહુ વધી જાય છે. આપણો રોજનો ખોરાક અમુક એમિનો ઍસિડ ન આપતો હોય તો સારા ન્યુરોટ્રાન્સમીટર બનતા નથી. ઘણી બધી સ્ત્રીઓ જે મૂળ સ્વભાવે નરમ, શાંત અને પ્રેમાળ હોય તે પણ ગુસ્સે થતી અને ચીડાની જોવા મળે છે. આ માટે કેટલાક આહારને લગતા પ્રયોગો થયેલા છે જે નીચે મુજબ છે.

  ખાંડ અને સ્ટાર્ચયુક્ત વાનગીઓ ઊંઘ લાવનાર તત્ત્વો છે. માટે દિવસ દરમ્યાન જે ફૂર્તિ ન લાગે તો ખાંડ ખૂબ ઓછી લેવી. તેના બદલે પ્રોટીન વધુ લેવું, જેનાથી એલર્ટનેસ વધશે. સોમિલ્ક, દૂધ, દહીં, મગ, પનીર વગેરે લેવા.

  વધુ પડતો થાક, બેચેની કે દુઃખની (ખોટી) લાગણી થતી હોય તો ફ્રુટજયુસ, કોલ કૉફી, આઈસ ટી કે બીજું ગળપણવાળું પીણું પીવું. પીણાની ખાંડ ઝડપથી લોહીમાં ભળીને શાંતિ આપશે.

  એંઝાઈટી બહુ રહેતી હોય તો થોડો ટાઇમ કૉફી બંધ કરવી. મૂડ સુધારવા માટે બધા પ્રકારની લીલી ભાજી, ફણગાવેલા મગ જેવાં ફોલિક એસિડવાળાં તત્ત્વો લેવાં અને સી-ફૂડ કે જે સેલેનિયમમમાં સમૃદ્ધ છે તે લેવાં. સી-ફૂડ ઉપરાંત નટ્સ, અનાજ અને ઓટ્સમાં પણ સેલેનિયમ મળશે.

 4. ઊંઘની તકલીફ :

  જો વધારે પડતી ઊંઘ આવતી હોય તો સમજવું કે તમારા શરીરમાં કોઈ ખાસ પોષકઘટક ઓછું મળે છે, જેના લીધે મગજના તરંગો બદલાયા છે. સવારના સમયે પ્રોટીનવાળો નાસ્તો કરવાથી વ્યક્તિ માનસિક રીતે સચેત અને ક્રિયાશીલ રહે છે, જેનાથી વિપરીત કેક, આઇસ્ક્રીમ, મધ, બેડ કે ખાંડવાળી સિરીયલ લેવાથી અથવા ચરબીવાળા ખોરાક લેવાથી ઊંઘ આવે છે. પ્રોટીન વધુ લેવાથી કાર્બોહાઈડ્રેટની મગજને ડલ બનાવનારી અસરો અટકે છે. આનાથી ઊંધું જો ઊંધ ખૂબ ઘટી ગઈ હોય તો રાતના સમયે કૉફી ન લેવી પરંતુ ગરમ દૂધ લેવું. જ્યારે દૂધ ગરમ થાય ત્યારે તેમાંનું ટ્રીપ્ટોફેન એમિનો ઍસિડ વધુ સક્રિય બને છે અને તે ઊંઘ લાવનાર ન્યુરોટ્રાન્સમીટર બનાવે છે. વળી, રાતના સમયે B ની ગોળી ન લેવી, તે મગજને એલર્ટ રાખતું હોવાથી ઊંધને ડિસ્ટર્બ કરે છે. મલ્ટી વિટામિનની ગોળી સવારે જરૂર લેવી, જેથી તે ખૂટતા ધટકો પૂરા પાડે. રાતે મોડે સુધી ટી.વી. જોવું ખરાબ છે. જ્યારે મોડે સુધી ટી.વી. જોઈએ ત્યારે તેના રેડીયેશનના કિરણો આંખમાં જાય છે. આ કિરણો ઊંઘ લાવનાર તત્ત્વને ડીસ્ટર્બ કરે છે. આથી ટી.વી. કે કંપ્યુટર પરથી ઊઠીને તરત સૂવા ન જવું.

સેક્સ હોર્મોન્સ અને ફૂડ
જાણીને નવાઈ લાગે પણ અમુક ખોરાકમાં સેક્સ હોર્મોન્સ રહેલા હોય છે અને તેમનામાં હોર્મોનના પ્રમાણને બદલવાની શક્તિ હોય છે. જેની અસર સેક્સ ડાઈવથી લઈને મેનોપોઝનાં લક્ષણો પર પડે છે. કેટલાક પ્લાન્ટ ફૂડ’ સ્ત્રીઓના ઇસ્ટ્રોજન હોર્મોનને નિયમિત કરે છે. ઘઉંનું થૂલું, કોબીજ, ફલાવર, બ્રોકલી અને કઠોળ ઇસ્ટ્રોજન લેવલને આગળ-પાછળ કરી શકે છે. વળી રોજના ખોરાકમાં કેટલી થરબી લેવામાં આવે છે તે પણ અસર કરે છે. હાઈ-ફેટ ડાયટ ઇસ્ટ્રોજન વધારે છે. જયારે ખોરાકમાં ચરબી સાવ ઘટાડી દેવાથી ઇસ્ટ્રોજન ઘટી જાય છે. દૂધ થોડું વધારે પીવાથી મૂડ સ્વીંગ્સમાં ઘટાડો થાય છે. તે જ રીતે સોયાબીન અને ઉધેક્સ સીડ ઇસ્ટ્રોજનને વધારે છે. બોરોન કારમાં સમૃદ્ધ ફળ અથવા નર્સ લેવાથી પીરસ્ટમેનોપોઝવાળી સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન વધે છે. મેનોપોઝ પછી એપલ, ૫૨, વાય, ખજૂર, પીચ, સોયાબીન, બદામ, શીંગદાણા, વગેરે બોરોનવાળા પદાર્થો લેવાથી ઇસ્ટ્રોજન વધે છે અને કુદરતી ઇસ્ટ્રોજન થટવાથી થતી તકલીફોમાં ઘણી રાહત મળે છે.

ઘણીવાર એવું બને છે કે પ્રી મેનોપોઝ કે મેનોપોઝ દરમ્યાન બ્લીડિંગની, સિસ્ટની કે ફાઈબ્રોઈડની તકલીફ થવાને કારણે ગર્ભાશય કાઢી નાંખવું પડે છે. આ શરીર સાથે અચાનક કરેલું, સમાધાન છે. ઘણીવાર તો માંડ ૩૮ અને ૪૦ વર્ષની ઊંમરમાં ઑપરેશન કરવું પડે છે. એવું ન માનવું કે યુસ નીકળી જતાં હવે શાંતિ થશે. યુટ્સ કે ગર્ભાશય કાઢી નાખ્યા પછી મૂડ સ્વીંગ, વજાઈનલ ડ્રાયનેસ, વજન વધારો વગેરે થાય જ છે. જરૂર જણાતાં ડૉક્ટર હોર્મોન રીપ્લેસમેન્ટ થેરપી આપે છે જેમાં હોર્મોન્સના પેચ (Patch)સાથળ પર લગાવવાના અથવા ગોળી લેવાની. હોય છે. ઓવરી થોડા હોર્મોન્સ બનાવતી હોય, પણ નાની ઉંમરે ગર્ભાશય કાઢી નાંખવાનું થાય તો રીપ્લેસમેન્ટ માટે હોર્મોન્સ આપવાં જરૂરી બને છે. જો તેવું ન કરવામાં આવે તો સ્ત્રીને થાક, સુસ્તી, બેચેની, ઉત્સાહનો અભાવ ખૂબ લાગે છે.

અહીં ૫૫ વર્ષની મેનોપોઝવાળી સ્ત્રી માટે નમૂનારૂપ ડાયેટ મુક્યો છે.

સમયવસ્તુ
સવારે ૭ વાગે૧ કપ આદુ-ફુદીનાવાળી ચા
સવારે ૮ વાગે૧ ગ્લાસ દૂધ, ફણગાવેલા મગઢોકળાં/થેપલા/ઉપમા/પૌંઆ
સવારે ૧૦ વાગે૧ સીઝનલ ફળ
બપોરે ૧૨ વાગ્યે૩ રોટલી
૧ વાટકી તુવેરની દાળ
કોબીજ બટાકાનું શાક
૧ વાટકી ભાત
ડુંગળી-ટામેટાનું કચુંબર
સાંજે ૪ વાગેસોય મિલ્ક અથવા દૂધ
સાંજે ૬ વાગેસિઝનનું ફળ
રાત્રે ૮.૩૦ વાગેફાડાની ખીચડી(શાક નાખેલી)
૧ વાટકી દહીં
૧ નંગ દૂધીનું થેપલું

પોસ્ટમેનોપોઝ ન્યુટ્રિશન :

માસિક રક્તસ્રાવ પૂરો બંધ ન થયો હોય ત્યારે પણ અમુક જાતનાં લક્ષણો જણાય તે છે ‘પોસ્ટ મેનોપોઝ” જેમાં મૂડીનેસ, ફૂડ ક્રેવિંગ, સેન્સિટિવીટી જેવી મેનોપોઝ જેવી જ તકલીફો થાય છે. હોર્મોન્સ ઘટવાને કારણે ખોરાકની પસંદગી પણ બદલાય છે. પ્રોટીનની જરૂરિયાત ઘણી વધે છે માટે આહારમાં બે પ્રોટીન અથવા પ્રોટીન પાવડર લેવાનું શરૂ કરવું જોઈએ. ઇસ્ટ્રોજન ધટવાથી કેલ્શિયમનું શોષણ ઘણું ઘટી જાય છે આથી કેલ્શિયમ સપ્લીમેન્ટ રાતના સમયે અવશ્ય લેવા. રાતના ઊંઘમાં હાડકામાં કેલ્શિયમનું રીસ્ટોરીંગ થાય છે માટે કેલ્શિયમ સપ્લીમેન્ટ સૂતા પહેલાં લેવાં અને વિટામિન ડી વાળા કેલ્શિયમ સપ્લીમેન્ટ લેવા.

આ ઉપરાંત ઓમેગા-3 અને એન્ટી ઓક્સિડન્ટ વિટામિન-એ, સેલેનિયમ, ક્રોમિયમ અને ઝીક જરૂર લેવાં.

મેનોપોઝ ફેક્ટસ :

 • સ્ત્રીઓ જ્યાં સુધી ૫૦ વર્ષની અંદર હોય ત્યાં સુધી કેલ્શિયમની રોજની જરૂરિયાત ૧000 મિ.ગ્રા હોય છે અને ૫૧ વર્ષથી ઉપર જતાં રોજની ૧૫% મિ.ગા કેલ્શિયમ જરૂર પડે છે.
 • જો મેનોપોઝ દરમ્યાન સ્ત્રીનું વજન ૨૦ પાઉન્ડ કરતાં વધારે વધી ગયું હોય તો તેને બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સ ૨૦ % વધી જાય છે. એટલું જ નહીં પણ ટાઈપ ૨ ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટરોલ, બ્લડપ્રેશર, હૃદયરોગ અને સ્ટ્રોક થવાની શક્યતા પણ વધે છે.
 • દરેક સ્ત્રીએ ન્યુટ્રિશન વિશે જાણી અને પોતાના માટે પોષણની જરૂરિયાત સમજવી.

યોગ્ય પૌષ્ટિક ખોરાક અને કસરત વડે હાડકાંની મજબૂતાઈ ટકે છે ઉંમરને કારણે થતો ઘસારો ધીમો પડે છે.

ઇસ્ટ્રોજન એ મેનોપોઝ આવતા સુધી સ્ત્રીને હૃદયરોગ સામે કુદરતી રક્ષણ આપે છે. માટે જરૂર જણાય તો હોર્મોન રીપ્લેસમેન્ટ થેરપી લેવી જોઈએ.

મેનોપોઝ સાથે સંકળાયેલા પ્રશ્નોમાં ફાયટોઈસ્ટ્રોજન્સ (સોયાબીન, ગાજર, સફરજન, સૂકા મેવા, જવ, ઓટ) મદદરૂપ બને છે.

મેનોપોઝ હોર્મોન થેરપી – લેવી કે ન લેવી ?

મેનોપોઝ હોર્મોન થેરપી(કે જે હોર્મોન રીપ્લેસમેન્ટ થેરાપી (IRT) તરીકે ઓળખાતી હતી તે) મેનોપોઝની જુદી જુદી સમસ્યા હલ કરવા માટે અને ઓસ્ટીઓપોરોસીસનું જોખમ ઘટાડવા વપરાય છે. પરંતુ, આ ટ્રીટમેન્ટ દરેક સ્ત્રી માટે અનુકૂળ નથી હોતી. વળી જે સ્ત્રીઓને લીવર, પેન્ક્રિઆઝ કે ગોલબ્લેડરનો રોગ હોય અથવા માઈગ્રેન થતું હોય તેમનામાં MHT કોમ્પ્લીકેશન વધારી શકે છે. જ્યારે જે સ્ત્રીઓને કુટુંબમાં ઓસ્ટીઓપોરોસીસની હિસ્ટ્રી હોય તેમને આ થેરપીમાં ઇસ્ટ્રોજન મળવાથી ફાયદો થાય છે. સંશોધન દ્વારા એવું પણ જણાયું છે કે આ થેરપીથી કોરોનરી હાર્ટ ડિસીઝનું જોખમ ઘટે છે. આથી ડૉક્ટરની સલાહ જરૂર લેવી અને MHT ચાલુ રાખવી.

આમ, એક સ્ત્રી કિશોરાવસ્થાથી જે જુદાં જુદાં પરિવર્તનોમાંથી પસાર થાય છે તેમાં મેનોપોઝ આખરી તબક્કો છે. મેનોપોઝની તકલીફો અને ફેરફારો અંગે સ્ત્રીઓ અને તેમના કુટુંબીજનોને સાધારણ માહિતી હોવી જરૂરી છે, જેના લીધે તેઓ આ તબક્કો સરળતાથી પસાર કરવામાં સ્ત્રીને મદદ કરી શકે.

Share on:
About admin

Leave a Comment

Previous

મહિલા Pregnant કેવી રીતે થાય છે? Pregnancy ની નિશાની ?

સગર્ભાવસ્થા દમ્યાન ડૉક્ટરી તપાસ

Next